દીકરી રૂપી ચકલી.....
ચકલી હતી એના પપ્પાની ,
કરતી હતી ચીં...ચીં...
હતી ચકલીની જેમ કોમળ પણ
આ હવસખોર દુનિયા એ વીખી નાંખી.....
બધાં એ પારકી જ ગણી નોહોતું
પોતાનું ઘર છતાં બધાં ને એક કરીને રેહતી....
ન્યાય ન્યાય કર્યુ બધાં એ પણ ના મળ્યો ન્યાય ઉલ્ટાનું વાંક કાઢયો.....
ન્યાય આપનારા એ એવું કીધું પિતા ને પહેલ તમારી દીકરી એ કરી હતી એ બાપ પણ ચોધાર આંસુ એ રડ્યા....
નાજુક ને એટલી વિખી કે તરફડી તરફડતી મરી ગઈ.....
આગળ વધી તો દુનિયા પાંખ કાપવા લાગ્યા.....
બધા જોતાં રહ્યાં તમાશો કેમ કે દીકરી બીજાની હતી.....
બધાં કહે દીકરી ને લડવા માટે સક્ષમ બનાવો પણ સામે રાક્ષસ હતાં બચાવી ને ભાગી પણ તોય વીખાય ગઈ.....
બધાં કેમ એ નઈ વિચારતા કે દીકરા ને દીકરી ની ઇજજત કરવા માટે શીખવાડો......
હતી ચકલી એક દિવસ ઉડી ને જતી રેત પારકા ઘરે ......
હતી ચકલી કોમળ......