પ્રભુનો ત્યાં છે આવાસ જ્યાં હો સત્યનો અહેસાસ.
પ્રભુનો ત્યાં છે આવાસ જ્યાં હો પ્રમાણિક પ્રયાસ.
ના મળે મંદિર કે તીર્થાટને હરિ એ પણ શક્ય બનતું,
પ્રભુનો ત્યાં છે આવાસ જ્યાં હો સ્મરણ શ્વાસોશ્વાસ.
મંત્રજપ કે માળા કીધે જો ના મળે હરિવર તમને,
પ્રભુનો ત્યાં છે આવાસ જેને કર્મમાં પૂરેપૂરો વિશ્વાસ.
ગંગાસ્નાને બળતાં પાતક પણ ફરીને કરતા'તા તેમ,
પ્રભુનો ત્યાં છે આવાસ જેને દીનહીન લાગતા ખાસ.
અંતરમાં જ આતમરામ બિરાજે ઘટઘટમાં એ વાસી,
પ્રભુનો ત્યાં છે આવાસ જેને હરપળ હરિનો અભ્યાસ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#આવાસ