શાને કાજે માનવી કરે તું ખોટા પ્રયાસ?
ભવ સાગર તો છે તારા માટે માત્ર એક પ્રવાસ;
સુખ દુઃખ તો છે પર્યટન જીવન પથ ના,
હસી ખુશી ભરી દે સફરમાં હર્ષ અને ઉલ્લાસ;
નથી કોઇનો અહીં કાયમી વસવાટ,
તો શા માટે રહે છે માનવી તું હમેશાં ઉદાસ?
આ ખોળિયું છે ચણતર પંચતત્વ નું,
રાખજે માનવ સદા એમાં તું માનવતાનો વાસ;
સત્કર્મ નું બાંધી લેજે ભાથું, જ્યારે..
છોડીને જાવાનું જ છે, આ હંગામી આવાસ;
#આવાસ