#આવાસ
ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે
શોધતાં વણ શોધતાં મિત્રો જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવી પડે
જેનું તમે ઠામ ઠેકાણું આપી શકો
તેને તમે શું ઘર કહો છો
તો પછી જ્યાં તમે પગથી ઉતારી પગરખાં,
ભાર ટોપીનોય માથેથી ઉતારીને,
અને આ હાથ બે પહોળા કરી 'હાશ' કહો,
જ્યાં સર્વેના મુખ, જોઈ તમને મલકી ઉઠે
ત્યાં ત્યાં બધે તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો ? 'નિરંજન ભગત'