હસે તેનું વસે ઘર, અકારણે હસે તો?
હસી હળવું મજાકે,ને કોઈ દિલ ફસે તો?
ખસીને ખસતા, કેવું , ખસે પોતાપણું
હરોળે નામ હટીને, જરાકે જો ખસે તો ?
ઘસી કાનસ, ઘસે કેટલું જુઓ, વિચારી,
પછી તોલીને,ભાવો,જરા જો ત્યાં ઘસે તો ?
કસીને કેવું જીવન, ભરે ડગલા ત્યાં કેવા,
નસો નાડીને પ્રાણો જો હદ વણસી કસે તો ?
સહજ જીવન પ્રકૃતિમાં ,રહે આનંદ માંહી ,
તૃષા નાગિન છે ઈચ્છા,પછી જૂઓ ડસે તો?
-મોહનભાઈ આનંદ