Gujarati Quote in Quotes by M shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે પ્રભુ,મારા જન્મથી શરૂ કરીને પલે-પલ મારા પર તારો પ્રેમ વરસતો રહ્યો છે..!!! મારૂં ઊંઘવું એ તારી કૃપા વિના શક્ય નથી...!!!કયું બટન દબાવે છે તું,કે, મને ઊંઘ આવે છે..? હું નથી જાણતી...!!!
ઊંઘમાં હું બધું ભૂલી જાઉં છું તેથી તો ઊંઘ આવે છે..બધું *ભુલાવવા* માટે તું ક્યું બટન દબાવે છે..?હું નથી જાણતી..!!! હું જાગ્ી એટલે સ્ફૂર્તિ અને સ્મૃતિ લઈને જાગું છું..થાકીને *લોથપોથ* થઈને સૂતી હોઉં..!!
પણ સવારે *સ્ફૂર્તિ* ક્યાંથી આવી જાય છે..??? મેં શું કર્યું એના માટે..???
પ્રભુ,રોજ સવારે *સ્ફૂર્તિ આપનાર* તું જ છે..!!!એના માટે ક્યું *બટન* દબાવે છે તું..હું નથી જાણતી..!!!
રોજ સવારે મારી બધી સ્મૃતિઓ યથાવત પાછી મળી જાય છે..!!!કઈ રીતે મળે છે એ..?હું નથી જાણતી..!!!
જો મારી *યાદ શક્તિ ચાલી જાય તો*, મારા સંબંધો,વ્યવસાય,વ્યવહાર,મન-મરતબો-બધું જ ખલાસ..!!!!પ્રભુ,મને રોજ સવારે યાદ-શક્તિ તારી *કૃપાથી* જ મળે છે,
એ વાત મને રોજ સવારે સૌથી પહેલા કેમ *યાદ નથી આવતી..?*શું થાય મારૂં,જો રોજ સવારે મારી *યાદ-શક્તિ* પાછી ન મળે તો..???મને રોજ સવારે *સ્ફૂર્તિ અને *સ્મૃતિ* આપનાર તું જ છે પ્રભુ..!!!તું શું કામ આપે છે...?ફક્ત ને ફક્ત તારો પ્રેમ જ..!!તારા *"પ્રેમની વર્ષા"* થતી રહેલી છે મારા જીવનમાં અવિરતપણે.
કૃતજ્ઞ છું પ્રભુ ..!!તારા એ પ્રેમને સમજી શકું એવી સમજણ દે,અને *અનુભવી* શકું એવું *હૃદય* દે જે...!!! ❤️🙏❤️

Gujarati Quotes by M shah : 111584270
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now