"સ્ત્રી અબળા કે સબળા"
સ્ત્રી ના ચારિત્ર્ય પર સવાલ ઊઠે ત્યારે આપણને ઘણી કહેવતો અચૂક યાદ આવે "નારી તું નારાયણી"."મા તે મા અને બીજા વગડા ના વા".આવી તો અનેક કહેવતો છે.
ક્યારેક સ્ત્રી ચારિત્ર ને નિમ્ન શ્રેણી નું ઠેરવવા માં આવે
ઘણા ટીકાકારો એવું પણ માને છે કે સ્ત્રી ની બુધ્ધિ પગ ની પાની એ હોય.તો બીજી બાજુ એ જ સ્ત્રી ની દેવી રૂપે પૂજા યાચના કરે છે. સ્ત્રી ની બુધ્ધિ પગ ની પાની એ નથી તમારા વિચારો પગ ની પાની એ છે એટલે તમારી દ્ર્ષ્ટી એ એવું માનો છો. સ્ત્રી કેટલા રોલ એકસાથે પ્લે કરે છે.
પિતાના ઘરે દીકરી બની ને , પરણી ને એક પત્ની ,એક વહુ અને એક મા તરીકે ની ભૂમિકા અદા કરે છે. સ્ત્રી અબળા નથી ,અબળા તો ટીકા કરનારા ના વિચારો છે.
આજ ની સ્ત્રી અબળા નથી સક્ષમ છે બધી બાજુઓ થી
પુરુષ ની સાથે અડીખમ ઊભી રહી ને પોતાના કાર્ય સાથે
બાથ ભીડી ને આગળ વધી રહી છે પછી ગમે તે ક્ષેત્ર હોય
ચાહે સંશોધન હોય ,વિજ્ઞાન હોય,સામાજિક પ્રવૃત્તિ હોય કે પછી આર્થિક ઉપાર્જન હોય બધા ક્ષેત્ર મા સ્ત્રી આગળ તો છે જ . આપણા સમક્ષ કેટલાંય એવા ઉદાહરણ પડ્યા છે. આજ થી ૧૬૩ વર્ષ પહેલા પણ સ્ત્રી મા મર્દાનગી હતી, જુનુનન હતું રાણી લક્ષ્મીબાઈ ડાલામથ્થા સિંહ ની જેમ ૧ દહાડ થી અંગ્રેજો ધ્રુજી ઉઠતા આજ ની સ્ત્રી મા
એ જ ધરતી પર ની ઉગેલી ફસલ છે. એટલી જ સામર્થ્યવાન છે. સ્ત્રીઓ એ ઘણી ઉંચાઈઓ સર કરેલી છે.
આજ ની સ્ત્રી.....
એજ દુર્ગાનો અવતાર છે.
એ જ ઝાંસી ની રાણી નો મોહતાજ છે.
એ જ કિરણ બેદી નો તાજ છે.
એ જ લતા મંગેશકર નો અવાજ છે
એ જ અરૂનીમાં સિંહા ની ઢાલ છે.
એ જ હિમાં દાસ ની પ્રેરણા છે.
એ જ ઇન્દિરા ગાંધી ની રાજનીતિ છે.
એ જ મેડમ ભિખાઇજી કામાં ની પ્રેરણા છે.
એ જ સરોજિની નાયડુ ની અભિપ્રેરણાં છે ,
એ જ સુનિતા વિલિયમ્સ ની ઊંચી અવકાશ ઉડાન છે. એ જ કલ્પના ચાવલા ની મિસાઈલ છે .
ઈતિહાસ પણ ગવાહ છે કે સ્ત્રી નું બલિદાન હરહંમેશ આગવું જ રહ્યું છે.
આપણા દેશ નો સૈનિક જ્યારે સરહદ પર પરત ફરતો હોય ત્યારે પોતાની મા ,બહેન ,દીકરો,દીકરી, ને વચન આપી ને જાય છે કે આજ થી મારો દેશ મારું કુટુંબ છે ,દેશવાસીઓ મારા ભાઈ ભાંડું છે. સાહેબ એ જવાન સરહદ થીઆપણા દેશ પર ખરાબ મનસુબા ઘડનાર ને AK 47 થી વીંધીનાખે છે.સાહેબ એ જવાન બધે પહોંચી નથી શકતો પોતાના પરિવાર ને સમાજ સમક્ષ આપણા બધા ના વિશ્વાસ પર છોડી ને જાય છે .એ જવાન પોતાની કર્તવ્યનિષ્ઠા પર ખરો ઉતરે છે. પરંતુ આપણે આપણું કર્તવ્ય નિભાવવા માં પીછે હઠ કરીએ છીએ .આપણા દેશ ની દરેક ભાઇ નો ભાઇ અને બહેન નો ભાઇ છે, દરેક પિતાનો પુત્ર છે, દરેક માતા નો પોતાનો પુત્ર છે .ભારતભૌમ નું ખૂન છે. એ તો પોતાની બહેન ને રક્સાબંધન ને જ નહિ ,૩૬૫ દિવસ પોતાના દેશ ની બધી બહેનો ની રક્ષા કરે છે. એ શૌર્યવીર નું શબ તિરંગા મા લપેટાઈને આવે ત્યારે તેની પત્ની ને વિધવા નહિ સાહેબ શોર્યાંગીની કહેવી જોઈએ.
સાહેબ આ છે આપણા દેશ ની સ્ત્રીશક્તિ ની તાકાત.
-jully k.
IG: @jully7_7_2k1