દાવ પર દાવ, એક તું લગાવી જો,
હાર ને જીત મહીં જરા, બનાવી જો;
વરસી રણ માં,હરખે તારી હો ઈચ્છા,
ટીપું ચાતક ની ચાંચ માં, નિચોવી જો;
વેદના થી,રડી ને, થાકી છે આંખો,
હાસ્ય છોળો, હસીને તું ઉછાળી જો.
છે ઇશારો નયન , કટાક્ષ માં છૂપો ,
મર્મ એનો, તું કર્મ માં'ય વાવી જો.
દર્દ થી જોને, થઈ છે દોસ્તી સાચે જ,
ઝખ્મ છાતી એ થોડો તો તું ચાંપી જો
-મોહનભાઈ આનંદ