*સુંદર ૧૧ વાતો સમજવા જેવી*
૧) *ભગવાન* કયારેય *ભાગ્ય* નથી લખતાં, *જીવન* ના દરેક *ડગલાં* પર આપણો *વિચાર,* આપણો *વ્યવહાર,* આપણુ *કર્મ* જ આપણુ *ભાગ્ય* લખે છે.
૨) પહેલાં ના *લોકો* *લોટ* જેવા હતા, *લાગણી* નુ *પાણી* નાંખી એ તો *ભેગા થઈ ને બંધાઈ જતાં,*
આજે *લોકો* *રેતી* જેવાં છે, ગમે તેટલું *લાગણી* નુ *પાણી* નાખો તો પણ *છૂટા ને છૂટા.*
૩) *નીતિ* સાચી હશે તો *નસીબ* કયારે પણ *ખરાબ* નહીં થાય.
*બીજો માણસ* આપણા મા *વિશ્વાસ* મૂકે એ જ *આપણા જીવનની સૌથી મોટી સફળતા છે.*
૪) *દુ:ખ ભોગવનાર* વ્યક્તિ આગળ જઈને કદાચ *સુખી* થઈ શકે છે, પરંતુ *દુઃખ આપનાર* વ્યક્તિ આગળ જઈને કયારેય *સુખી* થતો નથી.
૫) *માણસાઈ દિલમાં* હોય છે, *હેસિયત* માં નહીં,
*ઉપરવાળો* માત્ર *કર્મો* જ જુએ છે, *વસિયત નહીં.*
૬) તમે ગમે તેટલા *શતરંજ ના મોટા ખેલાડી* હો, પરંતુ *સરળ વ્યક્તિ* સાથે કરેલ *કપટ* તમારી *બરબાદી ના તમામ રસ્તા ખોલી નાખે છે.*
૭) *પ્રાણ* ગયા પછી *શરીર* *સ્મશાન* માં બળે છે.
અને *સંબંધો* માંથી *પ્રેમ* ગયા પછી *માણસ* *મનોમન* બળે છે.
૮) *જીવન* માં *સ્વાર્થ* પુરો થઈ ગયા પછી,
અને *શરીર* માંથી *શ્વાસ* છુટી ગયાં પછી *કોઈ કોઈ* ની *રાહ* જોતું નથી.
૯) જે જોઈએ તે *મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે,*
પણ જે મળ્યું હોય એમાં *હસતો ચહેરો રાખી ને જીવવું એ સુખી માણસ ની નિશાની છે.*
૧૦) *ઈશ્વર* જયારે *આપે* છે ત્યારે *સારું આપે* છે,
*નથી આપતો* ત્યારે વધું *સારું મેળવવા* નો *રસ્તો આપે* છે,
પણ જયારે *રાહ જોવડાવે* છે ત્યારે તો સૌથી *ઉત્તમ ફળ જ આપે* છે.
૧૧) *આ ચરણ* તો માત્ર *જિનાલય* સુધી જ લઈ જઈ શકે,
*આચરણ* તો *પરમાત્મા* સુધી લઈ જઈ શકે.
👆👆👆👆👆