બસ આજે જ તું યાદ આવ્યો,
ગાંઘી જયંતી ની રજા મળી ને તું યાદ આવ્યો,
વિસરાતા મૂલ્યો, ગુગલ પર શોધ્યા,
તોયે હાથ ના આવ્યા
#માતૃભારતી એ શબ્દ આપ્યો અને
બસ એટલેજ તું યાદ આવ્યો
સત્ય અને સાદગી અભેરાઈ પર ચડાવ્યાં
બસ, ઉદાહરણ તરીકે તુ યાદ આવ્યો
આટલું ય ઓછું હોય તો સાંભળ
વોટ માંગવા ટાણે તુ યાદ આવ્યો
#મહાત્મા