#મહાત્મા
ભારત અને ગાંધીજી સિક્કા ની બે બાજુ
ભારત અને ગાંધીજી એકબીજા ના પર્યાય
સ્વચ્છતા, સાદાય, સત્ય અને
સ્વાવલંબન ગાંધીજી ના અમૂલ્ય મંત્ર
રેંટિયાએ કરી ખાદી મા ક્રાંતિ
સ્વાવલંબી બનવા નો પાઠ શીખવી
લીધું વિના સંકોચ ઝાડુ સ્વચ્છતા ખાતર
ગાંધીજીના સત્યના પ્રયોગોની ચર્ચા ચારેકોર
અપાવી અંગ્રેજો થી લડીને આઝાદી
સાદાઈભરી જીંદગી સ્વીકારી
હથિયાર વગર અહિંસા અપાવી શકે આઝાદી
ગાંધીજી ની એ વાત દુનિયાએ સ્વીકારી
ગાંધીજી ના ક્રાંતિકારી વિચારોએ
અપાવી સમાજને કુરિવાજો થી આઝાદી
વૈષ્ણવજણ તો તેને કહીએ જે પીડ પરાઈ
ભજને શીખવ્યો માણસાઈ નો પાઠ ..
યુગપુરુષ જન્મતા નથી પરંતુ કાર્ય થકી
યુગપુરુષ થવાય તે સાર્થક કર્યું ગાંધીજી એ
"મહાત્મા" નું બિરુદ મેળવી
ખરાબ જોવું નહીં બોલવું નહીં સંભાળવું નહીં મંત્ર આપનાર મહાત્મા ગાંધીજી ને આજ ના દિને સત સત પ્રણામ...