💠
*ઈશ્વર તું પણ છે વિજ્ઞાની!*
પથ્થર અંદર જીવ જીવે
ને બંધ શ્રીફળમાં પાણી,
*ઈશ્વર તું પણ છે વિજ્ઞાની!*
જવાબ દેને
પોલા નભમાં સૂર્ય ચંદ્ર
ક્યાં રહેતા હશે?
જનનીના ઉદરમાં જીવ જીવે
એ વાયુ ક્યાંથી લેતા હશે?
તું સર્જાવે, તું સંહારે,
પણ રાખે નહિ નિશાની,
*ઈશ્વર તું પણ છે વિજ્ઞાની!*
પય પાન માટે જાદુગર
તેં લોહીનું દૂધ બનાવ્યું,
કયે કર્મે આ જીવ અવતરે
એ તો ના સમજાવ્યું,
કોને બંધન, આમાં કોને મુક્તિ,
વાત રાખે છે છાની,
*ઈશ્વર તું પણ છે વિજ્ઞાની!*
પથ્થર અંદર જીવ જીવે
ને બંધ શ્રીફળમાં પાણી
*ઈશ્વર તું પણ છે વિજ્ઞાની!*