ઠેર-ઠેર તમારી છબી ને પૂજવા લાગ્યા અમે,
પુસ્તકો વાંચી જીવનમાં ઉતારવા લાગ્યા,
અંગત જિંદગીને બનાવી રહ્યા આત્મકથા,
અન્યાય સામે લડતા શીખવ્યા,
માનવ અમને માનવી બનતા શીખવ્યા,
કૌભાંડો સામે નમે નહીં તેવા બનતા શીખવ્યા,
ભ્રષ્ટાચાર ની દીવાલો તોડતા શીખવ્યાં,
જ્ઞાન થકી જીવનમાં દીવા પ્રગટાવ્યા.
સત્યનાં માર્ગે ચાલતા શીખવ્યા,
અહિંસાને પોતાનો પરમ ધર્મ ગણતા શીખવ્યા,
મારા બાપુ એટલે જ તો "મહાત્મા" ગણાયા...
રાજેશ્વરી
#મહાત્મા