Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગીતા‌ મુજબ જ્યોતિષ...

કર્મયોગ : સૌથી બહારનું આવરણ .

માત્ર કર્તાપણા નો ભાવ.
સૂરક્ષા , પરિણામ , વ્યવહાર વગેરે નો આમાં સમાવેશ થાય છે.

જ્ઞાનયોગ : વચલુ આવરણ .

શું કરવું અને શું ના કરવું , જેનાંથી આપણું ભવિષ્ય નક્કી થાય છે.

ભક્તિયોગ : જે અવિનાશી છે તે પરમતત્વ .

આપણે માત્ર બહાર નાં આવરણ માટે જ જ્યોતિષી પાસે જઈએ છીએ જે આવરણ એકદમ સાંયોગિક છે. જેમ કે તમારી કુંડળીમાં એ નથી લખ્યું કે કાલે સવારે કેળા ની છાલ પર તમારો પગ આવાથી તમારુ મૃત્યુ થશે . ગ્રહો નક્ષત્રો ને તમારા કે કેળા સાથે કંઈ જ લેવાદેવા નથી. તમે પડશો એ માત્ર સાંયોગિક છે. જ્યોતિષ માત્ર એટલું કહી શકે છે કે તમારુ મૃત્યુ અકાળે થશે.
આ વાક્ય પછી શરુઆત થાય છે જ્ઞાન ની,મતલબ કે તમે કેળા ની છાલ પર તમારો પગ ન પડે એનું ધ્યાન રાખી શકો છો.જગતમા કંઈ જ પહેલેથી નક્કી નથી હોતું અને સાથે સાથે એ પણ જાણવું જરૂરી છે કે કેટલૂક પહેલાંથી જ નક્કી હોય છે. જેમકે એક જ નક્ષત્રમાં જન્મનાર બે વ્યક્તિઓ માથી એક ગરીબ હોય છે અને એક અમીર હોય છે મતલબ એનું ભવિષ્ય કેટલાક અંશે મળી શકે પણ તેમના કર્મો જ તેમને મંઝિલ દેખાડે છે.તંત્ર મંત્ર નો આધાર આ બીજું જ આવરણ છે.
છેલ્લા આવરણ માં સત્ય, સર્જન, વિનાશ નો સમાવેશ થાય છે જે કોઈ દિવસ બદલાતું નથી માત્ર અભિવ્યક્તિ બદલે છે.

Gujarati Thought by Jay Vora : 111582750
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now