" આ રમત છે, બધી તળીયાની"
રમત છે, બધી તળિયાની, તોલી તોલી ને ખાવાની, ઊંચી નીચી માં નથી અટવાવ વાની..આ રમત છે, બધી તળિયાની..!
કોણ કોણ છે, એ નથી જોવાની, ખૂબ ફરવાની અને પછી અથડાવાની, ને દોષ બીજાને દેવાની..આ રમત છે બધી તળિયાની..!
લાંબી લાંબી છલાંગ મારવાની, દૂર દૂર સુધી દોડવાની, પછી થાકીને ઘેર આવવાની, ને દાજ બીજા પર કાઢવાની..આ રમત છે બધી તળિયાની..!
આખો મોહલો ને શહેર માથે લેવાની, બધા જોડે જગડવાની, ને પાછી પોતાની ઊંચી રાખવાની, સ્વયમભુ કહે પાછી ઊંચી કોલર રાખી ફરવાની..આ રમત છે બધી તળિયાની..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"