કાયદાકીય પ્રક્રિયા જ ગોકળગાય જેવી મંદ છે. નરાધમો ને પકડશે, કેસ ચાલશે. અનેક દલીલો થશે. હાઇકોર્ટે માં જશે, સુપ્રીમમાં જશે, મર્સી પિટિશન દાખલ થશે. 7 થી 8 વર્ષ ન્યાયમાં નીકળી જશે. આટલા સમયમાં અનેક દીકરીઓ રેપનો ભોગ બની જશે.
આવા ગુન્હાઓમાં આપણે કાયદાઓ બદલાવી નથી શક્યા. હૈદરાબાદમાં ગુન્હેગારોને વીંધી નાખવામાં આવ્યા. એ કાયદો લુલો છે એ પ્રતિત કરે છે. 70 વર્ષથી એક જ કાયદો ચાલ્યો આવે છે. માણસો બદલાય ગયા. અનેક કેસો વધી ગયા. સમયની સાથે કાયદો પણ બદલવો રહ્યો કે સુધારો કરવો રહ્યો. બાકી જ્યાં સુધી કાયદો જ ન્યાયમાં અડચર રૂપ બનશે ત્યાં સુધી નરાધમો આવા કૃત્યને અંજામ આપતા રહેશે.
મનોજ સંતોકી માનસ