હે ઈશ્વર સ્વરૂપ સૌ જીવોના ભલે જુદા બનાવ્યા
પણ સૌનો હૃદય નો ઘાટ ઘડ્યો છે તે એક જ
શુદ્ધ સોનાની જેમ તપાવ્યો છે જિંદગી એ મને
પણ જીવન જીવવાનો ઘાટ ઘડાશે તો એક જ
રામ રાવણ ની પરખ કેવી રીતે થાય?
ઈશ્વરે સૌના ઘાટ ઘડ્યા છે એકજ,
ફુલોના રંગ, મહેક અને ઘાટ જુદા જુદા હોય છે
પણ કાંટાઓ નો ઘાટ તો ઘડાયો છે એક જ
કેટલાય રસ્તાઓ ફંટાયા જીવન જીવવામાં
પણ સૌનો આખરી રસ્તા નો ઘાટ ઘડાયો છે એક જ
ઉર્વશી એચ ત્રિવેદી