આજકાલ એક શ્વાસ નો પ્રયોગ ઘણો પ્રચલિત છે કે માત્ર તમારા શ્વાસ ના આવનજાવન પર ૩૦ સેકન્ડ સુધી ધ્યાન રાખો ચમત્કાર થશે , કેટલી બાલિશ વાત છે ચમત્કાર સિવાય આપણે શ્વાસ માં પણ ધ્યાન નથી આપતા.
ખરેખર આ શિવજીએ પાર્વતીજીને કહેલ ૧૦૮ ધ્યાન માની એક ક્રિયા જ છે.આજની સ્થિતી જોતાં આપણે નાભી અથવા તો પેટ ને બદલે ખાલી છાતી થી જ શ્વાસ લેવા લાગ્યા છીએ જે હાનિકારક છે કારણ કે શરીર માં પુરતો ઓક્સિજન સપ્લાય થતો નથી.કોઈ બાળક ને જોશો તો એ તમને પેટથી શ્વાસ લેતો દેખાશે માટે જ તે હંમેશા જીવનથી તરબતર હોય છે અને આજના જમાનામાં દોડમદોડ થી અંજાઈને આપણે પણ છાતી થી શ્વાસ લેવા લાગ્યા છીએ , પહેલવાન અને સ્ત્રીઓ પોતાની છાતી ફુલાવવા માટે આ રીતે જ શ્વાસ લે છે.
માત્ર ૩ દિવસ કોઇપણ ટેકનિક માં ધ્યાન આપવાથી સરળતાથી શિખી શકાય છે.