"સાથ"
તારો સાથ મળે તો, હું આ દુનિયાને એક કરી લવું,
બધા જગડા બધા બંધન, એક જ જટકે તોડી લવું,
તારો સાથ મળે તો, હું આ દુનિયાને એક કરી લવું,
ના રાખું કોઈ સાથે મનઘડત વેહવાર,બધા સાથે સબંધ નેક કરી લવું,
તારો સાથ મળે તો, હું આ દુનિયાને એક કરી લવું,
ના જ્ઞાતિ ના જાતિ,ના અલગ કોઈ બંધન,બધા ને એકતા ના તાતણે બાંધી લવું,
તારો સાથ મળે તો, હું આ દુનિયાને એક કરી લવું,
તારો હાથ બને મારો સાથ, ખંભે થી ખભો મિલાવી, ચાલ"સ્વયમભુ" એક નામ નેક કરી લઇ, દુનિયાને એક કરી લઇ..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"