Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

400 વર્ષ જૂનું અને 3.5 એકર માં ફેલાયેલું વડનું વૃક્ષ. કેથાહલ્લી ગામ, કર્ણાટક. અગણિત શાખાઓમાં ફેલાયેલું. મૂળ વૃક્ષ કાળક્રમે નાશ પામ્યું છે પણ શાખાઓ ખૂબ મોટોવિસ્તાર આવરી લે છે. વડ 95 થી 100 ફૂટ જેવાં ઊંચાં છે. ફોટોજુઓ. વડનો દેખાવ, થડ, વડવાઈ વગેરે ગુજરાતમાં જોઈએ છીએ તેથી અલગ જાતનાં છે.ગુજરાતમાં હોય એટલું મોટું પહોળું એકેય થડ નથી પણ ઊંચાઈ ઘણી વધુ છે.
કબીરવડ આનાથી વધુ જૂનું છે પણ તેનો ઉલ્લેખ નથી. વળી તે ઘટાદાર હોય જ્યારે અહીં ઘટા એટલી વિશાળ નહોતી. ઊંચાઈ ઘણી હતી. વડવાઈઓ અલગ જાતની હતી. તેમાંથી દાતણ થતું હોય એવું ન લાગ્યું જે ગુજરાતી વડ માં સામાન્ય છે. સીઝનમાં આની ઉપર ટેટા બેસતા હશે કે કેમ તે પણ સવાલ છે. આની શાખાઓની નીચી ડાળીઓ પર બેસી કે વડવાઈઓ પર ઝૂલીને આનંદ માણી શકાય. ફોટા લેવા સરસ સ્થળ. ત્યાં હજી ગિરદી ઓછી હોય. નજીક નર્સરીઓમાં જથ્થાબંધ પ્લાન્ટ્સ લેવા બેંગ્લોરના લોકો ઉમટી પડેલા. બેંગલોરથી દોઢ કલાક ડ્રાઈવ. મૈસોર રોડ પર જતાં કનકપુરા તરફથી ફંટાઈ જવાય છે.
કોરોના કાળમાં બહુ દૂર ન જઈએ પણ આ સારું જોવાય ગયું.
વળતાં હાઇવે પર માલગુડી વાટીકા નામે ગાર્ડન રેસ્ટોરાંમાં કન્નડ થાળી, જેમાં રસમ, ભાત સાથે કેળાં, ફણસનું શાક, ખાટી ચટણી, તેમની એક મીઠાઈ, 'હોલિગેરે' એટકે જે નારિયેળનું ખમણ નાખેલી ચણાની પુરણપોળી , તેમની ખાસ રીતે રાંધેલા ચણાને ચોખાનો પાપડ, મરચાં કોથમીર વાળી છાશ -એવું જમ્યા.
રસ્તો ખૂબ સરસ છે.
વડ ખૂબ મોટા વિસ્તારમાં ફેલાયેલો છે. કલાક ક્યાં નીકળી જાય એ ખબર ન પડે.

Gujarati Blog by SUNIL ANJARIA : 111579652
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now