Gujarati Quote in Poem by Hiren Manharlal Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Happy daughter's day...

દીકરી - વ્હાલ નો દરિયો

ઈશ્વર દરેક ઘરે પહોંચી નથી શકતા એટલે દીકરી સ્વરુપે ઈશ્વર અવતાર લે દરેક ઘરે,

દીકરી એટલે ઈશ્વરે દાન મા આપેલ અમૃત ને લક્ષ્મી નો સાક્ષાત અવતાર,

દીકરી એટલે બાપ ના શરીર બહાર ધબકતું બીજું હૃદય અને વ્હાલ નો દરિયો,

દીકરી એટલે બાપ ને મન પૂનમ નો ચાંદ તો ક્યારેક ઢીંગલી તો પરી,

રાજા હોય કે રંક દરેક બાપ ને મન દીકરી એટલે બસ રાજકુમારી,

દીકરી એટલે બાપ ને મન જ્યાં જાય ત્યાં ઉજાસ ને ઉલ્લાસ પાથરતી દીવડી,

દીકરીના ખડખડાટ હસવા થી ઘર આખું મંદિર ના ઘંટારવ ની જેમ રણકી ઉઠે,

દીકરી ના ઝાંઝર ના અવાજ થી ઘર આખું મધુર સંગીત થી ગુંજી ઉઠે,

દીકરી ની મીઠી મીઠી વાતો થી ઘર આખું બગીચા ની સુગંધ થી મહેંકી ઉઠે,

દીકરી ને જોઈ બાપ ના દરિયાદીલ માં વ્હાલ ની ભરતી આવી જાય,

દીકરી નું મોઢું જોઈ બાપ ની પડે શુભ સવાર
અને રાત્રે દીકરી ની એક મુસ્કાન જોઈ ઉતરી જાય આખા દિવસ નો થાક,

દીકરી ના આગમન થી જીંદગી ની ગાડી ટોપ ગિયર મા પડી આનંદ થી જીવનપથ ઉપર સડસડાટ દોડતી જાય,

બે હાથ જોડી હિરેન કરે વિનંતી, એક વાર માંગી જોજો ઈશ્વર આગળ દીકરી દીલ થી,

સ્વર્ગ આખું ઉતરી આવશે તમારે આંગણે દીકરી ના આગમન થી.. ...

હિરેન વોરા
તા. 27/09/2020

Gujarati Poem by Hiren Manharlal Vora : 111579599
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now