#અસ્પષ્ટતા
ગૂંગળામણ થાય ઘણી
વાતો મા અસ્પષ્ટતા છે ઘણી
થાય જો ખુલ્લા દિલે વાત
ટાઢક વળે દીલ ને થોડી
ભાસે નહીં કોઈ દિશા જવાની
વાતો મા અસ્પષ્ટતા છે ઘણી
શું કામ કરી હશે આટલી ગૂંચવણ
વાતો અસ્પષ્ટતા રાખી
જોઉં તો લાગે છે સાવ સીધી વાત
છતાં વાતો મા અસ્પષ્ટતા છે ઘણી
લેવા જીંદગી ની મજા કરવી પડે સ્પષ્ટ દીલ થી
વાત, અસ્પષ્ટતા મા કોઈ મજા નહીં જીવન ની..