જિંદગીમાં બધું જાણી લેવામાં મજા નથી.
હસ્ત રેખાને પણ વાંચી લેવામાં મજા નથી.
અસ્પષ્ટતા વચ્ચે પાંગરતા સંબંધો સારા છે,
સ્પષ્તા કરી નામ આપી દેવામાં મજા નથી.
નામ ની માયાજાળ માં ના ફસાતા તમે કદી,
નામ પાડી સંબંધના મૂલ્યાંકનમાં મજા નથી.
અસ્પષ્ટ કે સ્પષ્ટ સંબંધ છે તે જરૂરી ફક્ત,
એકલા અટુલા જીવન જીવવામાં મજા નથી.
#અસ્પષ્ટતા