"તુ કે તમે"
ક્યાં સુધી આ રીતે મળતા રહીશું?
ખબર જ છે નહિ સ્વીકારે
દુનિયા આપના પવિત્ર સંબંધ ને,
જે આપણા માટે નિર્મલ છે તે બીજા માટે પણ હોઈ એ જરૂરી તો નથી જ?
તેમ છતાં માન- મર્યાદા અને રિવાજોના કચકડામાં
સંબંધોનો દમ ઘૂંટાય રહ્યો છે.
ઈજ્જત તો દિલથી થાય છે,
તેના માટે ક્યાં તું કે તમે ની જરૂરત છે?
તૂટી હું જાઉ જ્યારે ત્યારે તારા સાથના ખાતર ફરી જોડાઉં ,
છે આપણા વિચારો ભિન્ન- ભિન્ન
તેમ છતાં આપણે સાથે જ છીએ ને:
તો શું નહી સ્વીકારે? આપણને લોહીના સંબંધીઓ,
કહેવાય છે સ્વજન પરંતુ
પોતાના કરતા લાગે છે,
પરાયા વધુ વિશ્વાસુ!
શું તમે કે તું કહેવાથી,
સંબંધોમાં કોઈ ફરક પડે છે???
-માધુરી