અરે હું પૂછું મારા પ્રેમને,
આ તારા સણગાર રૂપે ગયા ક્યાં?(તારા:star)
ચમકતી વિજળી બોલી અરે,
છે આ શણગાર તારા કરતાં વધારે.
અરે હું પૂછું મારા પ્રેમને
આ ક્યાંથી આવી આવી મહેક?
ગરજતા વાદળ બોલ્યા અરે,
હું જ છું તારા પ્રેમની મહેક.
અરે હું પૂછું મારા પ્રેમને,
આ ક્યાંથી આવી આવી ચમક?
ચમકતી વીજળી ના કિરણો બોલ્યા અરે,
આ તો તમારા પ્રેમનો કિરણ છે આજે.
અરે હું પૂછું મારા પ્રેમને,
કેમ ભીંજાય છે આજે?
વરસતા વરસાદ બોલ્યા અરે,
આ તો તમારા પ્રેમના છાબલા ભરુ આજે.
અરે હું પૂછું છું મારા પ્રેમને,
આ ક્યાંથી છે સુવાસ અને સુગંધ?
ઠંડા-ઠંડા વાયરા બોલ્યા અરે,
આ તો તમારા પ્રેમના તરંગો છે આજે.
જે આ મારા પ્રેમ રૂપી કુદરત ની વાત આજ,
જે આ નવો ઉમંગ મારા મનમાં આજ.