સ્વાદિષ્ટ ભોજન હરહંમેશ સ્વાસ્થ્યપ્રદ નથી હોતું.
હોય રુચિકર પણ આખરે આરોગ્યપ્રદ નથી હોતું.
સ્વાદને પોષવા કાજે હોય છે અતિરેક મસાલા તણો,
શરીરમાં ગયા પછી પરિણામ એનું સુખદ નથી હોતું.
ખોરાક આપણો સ્વાદને સત્વમાં સંતુલિત છે જરુરી,
શોખને પોષનાર થાય રાજી આખરે વરદ નથી હોતું.
સ્વચ્છતાના અભાવે કે કમાવાના આશયે પીરસાતું,
હોય છે ભોજન તૃપ્તિકર પણ તે બલદ નથી હોતું.
છે યંત્ર આપણું શરીર જે જાળવવું રહ્યું આપણેને,
જમવા માટે જીવવાનું એવું વામણું કદ નથી હોતું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#સ્વાદિષ્ટ