✨❤📚 પુસ્તક પ્રવાસ 📚❤✨
એપિસોડ 3,
પુસ્તક:- વેરોનિકા (ગુજરાતી એડીશન)
લેખક:- પોલો કોએલો
પ્રકાશક:- આર. આર. સેઠ પ્રકાશન
✨✨✨✨✨✨✨✨
શું તમે તમારા મૃત્યુ પછી જીવન જીવવાની ઈચ્છા રાખી શકો? પુસ્તક વેરોનિકામાં એક એવા જીવનની વાત કરવામાં આવી છે જે અપૂર્ણ મૃત્યુ પછીનું જીવન છે.
આ પુસ્તક આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર 'અલ્કેમિસ્ટ' ના સુપ્રસિદ્ધ લેખક પોલો કોએલોની એક ઉમદા રચના છે.
ડિપ્રેશન, એકલતા અને તણાવને કારણે ક્યારેક માણસ કંટાળીને આત્મહત્યા કરવાનું વિચારે છે. વાર્તાની નાયિકા વેરોનિકા પણ એમાંની એક છે. વાર્તામાં નાયિકા એકલતા, તણાવ અને ડિપ્રેશનને કારણે ઉંઘની ઘણી બધી ગોળીઓ એક સાથે લઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ કારણોસર તેણીને સફળતા મળતી નથી. જ્યારે તેની આંખો ખુલે છે ત્યારે તે વિલેટમાં હોય છે. માનસિક રોગીઓની હોસ્પિટલ વિલેટની દુનિયા બાહ્ય દુનિયા કરતાં સંપૂર્ણ અલગ છે. અહીં તેના પર અને અહીં જ તેના નવા બનેલા મિત્રો પર કરવામાં આવતાં પ્રયોગો રોચક છે. મેડિકલ અભ્યાસ કે હોસ્પિટલ સાથે કોઈ પણ રીતે જોડાયેલા લોકોએ આ પુસ્તક વાંચવું જ જોઈએ. ડો. ઈગોરના પાત્ર દ્વારા ઘણી માહિતીઓ આપવામાં આવી છે.
આજની વાસ્તવિકતા દર્શાવીને પણ લેખકે માનવજીવનનાં ઘણાં પ્રશ્નોના ઉતર આપ્યાં છે તેમજ પોતાની કલ્પના શક્તિથી વાર્તાને ઉત્તમ રીતે ઘડી છે. એમ કહી શકાય કે, વાસ્તવિકતા અને કાલ્પનિક ઘટનાઓનું ગજબનું કોમ્બિનેશન અહીં જોવા મળે છે.
પુસ્તકમાં વણવામાં આવેલી અમુક વાતો ખરેખર આપણા જીવનમાં ઉતારવા જેવી લાગી.
1) ખરો હું એટલે તમે જે છો તે, બીજા લોકો તમને બનાવે છે તે નહીં.
2) આ જગતમાં કશું જ બાય ચાન્સ બનતું નથી.
આવી તો ઘણી વાતો...
પુસ્તકમાં દર્શાવેલી અમુક વાતો કદાચ વ્યાજબી ના પણ લાગે, અમુક મોટા પ્રકરણોનો કારણે ક્યાંક કંટાળો પણ આવે, તેમ છતાં ખૂબ જ રસપ્રદ અંત અને અંત સુધી જકળી રાખતું વાર્તા તત્વ હોવાને કારણે વાર્તા વાંચવાની ચોક્કસ મજા પડશે.
પુસ્તક પ્રવાસ
સમીક્ષક:- કિશન એમ. દાવડા @author.dk15
❤✍❤📚✨😍🤗
#books #bookreview #pustakpravas #paulocoelho #veronica #gujaratibooks #authors