વિચાર કરી લેજો
મિત્ર બનાવતા પહેલા વિચાર કરી લેજો ,
તે ક્યારેક તો સાથ છોડી દેશે.
હાસ્ય પ્રસરાવતા પહેલા વિચાર કરી લેજો ,
તે ક્યારેક દગો દઈ દેશે.
ત્યાગ અપનાવતા પહેલા વિચાર કરી લેજો,
તે ક્યારેક આશા છોડાવી દેશે.
તપસ્યા કરતા પહેલા વિચાર કરી લેજો ,
તે ક્યારેક આગળ નીકળી જશે.
કંઇક બોલતા પહેલા વિચાર કરી લેજો ,
તે ક્યારેક મૌન રહી ચાલ્યા જશ.
તેથી અપેક્ષા ન રાખવાનો વિચાર કરી લેજો ,
તો ક્યારેક જિંદગી પણ વીતી જશે.
- ડૉ.સરિતા (માનસ)