વાણીના ચાર પ્રકાર ગણાય છે:-
1. વૈખરી,
2. મધ્યમા,
3. પશ્યંતી,
4. પરા,
વૈખરી –
સમજણના અભાવ વગર માત્ર વાણી વિલાસ કે સામાન્ય વ્યવહાર માટે બોલાય તે...
સામાન્ય વાતચીતની ભાષા.
મધ્યમા –
બુધ્ધિથી સભર, ચાતુરી ભરેલી, પણ જીવનની ઊંડી સમજણ કે ડહાપણ વગરની જ્ઞાન વિજ્ઞાન, રમૂજ, વાર્તા, સામાન્ય કવિતા....
વિગેરે આ કક્ષામાં આવે છે.
પશ્યંતી –
બુધ્ધિની પાછળ જે ચૈતન્ય પ્રાણ છે તેને ઉજાગર કરતી,
જીવંત તત્વને જોઇને બોલનારની વાણી...
સારા કવિઓની કવિતામાં આ જીવન તત્વનું, સૌન્દર્યનું અને કંઇક અંશે ભાવનું પ્રાગટ્ય થાય છે.
પરા –
અંતરની વાણી...
જ્યાં શબ્દો સરી પડે છે તે માત્ર પરમ તત્વની, ભાવ જગતની અનુભૂતિની વાણી, ચૈત્ય તત્વની પાછળ રહેલ મૂળભૂત અસ્તિત્વની વાણી અથવા નાદ, જે પરમ તત્વ સુધી પહોંચ્યા છે, તે કવિઓ કે સંતોના મુખમાંથી જ્યારે પશ્યંતી વાણી પ્રગટે છે...
ત્યારે તે પરા વાણીનો પડઘો હોય છે.
✍🏼