ત્વચા ઋજુ છણછણતા પાણી
ન્હાણ નિયત! સલવાણા રાણી
પીડ વાદ્યની સહજ અશબ્દા
તાર તૂટેલાં તાણી તાણી
ન્યાયાધીશ ધોકો ઘમકાવે
કાં કીધું પાણી ને પાણી
રોમ રોમ વીંયાતા વળગણ
સમરથ સુયાણી મૂંઝાણી
રોજ ઉઠી ને રાંડે પરણે
'તું, હું, તે'ની રામ કહાણી
સૃષ્ટિએ સુર તાલ સજાવ્યા !!
પોક મુકી પૃથ્વી પસ્તાણી
પાત્ર અનંતા એક કહાણી
માંસ, અસ્થિ, લોહીની લ્હાણી
લંગર ઉચક્યા, ને જળ ગાયબ !!
દરિયા તેં ય કરી છે ઘાણી
સૂર્યમુખી સમજે તો સારું
રાજાની ઘરવાળી રાણી
............................................................
-- ભગવતીપ્રસાદ પંડયા