જે ક્ષણે દેખાય ગ્યા વરસાદમાં,
આંખમાં અંજાય ગ્યા વરસાદમાં.
માંડ પડતા બે`ક છાંટા પંડ પર,
તે છતાં ભીંજાય ગ્યા વરસાદમાં.
તારી આંખોમાં છે નશીલો નશો,
જામ પણ ઢોળાય ગ્યા વરસાદમાં.
આખરે તો જે થયું સારું થયું,
આંસુડા ધોવાય ગ્યા વરસાદમાં.
દોષ મારે કોને દેવો હેં પ્રશાંત,
આપ પણ બદલાય ગ્યા વરસાદમાં.
-Prashant Somani