પીળા થઈ ગયેલા પાનને જેમ ઝાડ માંથી માળી કાઢી નાખે,
એમ જીવનનાં રખેવાળ મનુષ્ય એ પીળા પડી ગયેલા વિચારોને પણ નોખા કરી દેવા જોઈએ,
કપરું કામ છે માળીનું સમજતા નહીં એને સસ્તુ,
એક એક પાન ને ગોતી એ કરે ડાળથી નોખું,
લાગે પછી જે હરીયાળી એ તો માળીને આભારી,
જીવનને પણ તપાસવું પડશે એક એક વિચારો પકડી,
લાગે જે પીળો પડી ગયેલો, લેજો એને જકડી,
ત્યારે જ નીખરી આવશે, સફળ સોનેરી કેડી
બની જશે એક સુંદર એવી ફુલોની પગદંડી.
#પીળો