પીળા રંગ નો એવો તે પ્રભાવ,
સોનેરી રંગ નો આવ્યો નિખાર,
પીઠી ના સગુણ માં શજતી દીકરી,
હલ્દી કેરો પીળો રંગ એનો તેજ ઘણો અપાર,
સોનેરી સમણા ઓનાં કરે વધામણાં,
આવ્યો રૂડો નવજીવન નો અવસર,
હરખ ના વધામણાં સાથે શરણાઈ ના સુર ના નાદ,
આજ કિલ્લોલ થી ગાજે જન્મદાતા નું ઘર આંગણું,
હવન કુંડ ના પવિત્ર અગ્નિ ના પીડા અજવાસ માં,
વૈદિક મંત્રો ઉચ્ચાર સાથે દીકરી નું થાય કન્યાદાન,
માવતર ના સંસ્કાર લઈ ને દીકરી તારે બન્ને કુલ ની લાજ,
આજ આપણી સંસ્કૃતિ,આજ આપણી વિરાસત..arvik
#પીળો