Gujarati Quote in Poem by Jayrajsinh Chavda

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા શબ્દોનું મૌન થંભી ગયું,
થંભીને જીભમાં એક રસ થઈ ગયું,
તેવા શબ્દોનો રસથાળ હું ક્યાંથી લાવું?

દુનિયાના ભારથી લાગણીની દિવાલો ધ્રુજી ઊઠી,
દિવાલો અને છજાને બચાવવાની હિંમત ક્યાંથી લાવું?

માટીમાંથી બનેલો માનવી,
લાગ્યો માટીના મોલ કરવા,
આવી માટીના અનમોલ મોલ ક્યાંથી લાવું?

એકલાં આવ્યા ને એકલાં જવાના,
ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના,
પણ છતાં દુનિયાની મોહમાયા મેલવાનું મન ક્યાંથી લાવું?

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Gujarati Poem by Jayrajsinh Chavda : 111576010
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now