શબ્દો ઓછા પડે છે જ્યારે તારી વાત આવે છે
અને તું કહે છે કે હું તને ક્યાં યાદ કરું છું
અરે ઓ પગલી
જ્યારે તું આવે છે ત્યારે હોઠ બીડાઈ જાય છે
મનની વાત હોઠો પર આવતા પહેલા આંખો થકી થાય છે
પ્યાર તને ઓછો છે એટલે આ વાત સમજતા વાર લાગે છે
બાકી મારી આ ધડકનો પણ તારું જ રટણ કરે છે
અને તોય તું કહે છે કે હું તને ક્યાં યાદ કરું છું