તરવરાટ છે આ નવી સવાર નો
ઘોર અંધાર પછી સુરજ દેખાયો છે,
તરવરાટ છે પૂનમની રાતનો
પેલા ચાંદા ની સાથે ચાંદની પણ આવે છે,
તરવરાટ છે આકાશે ઉડવાનો
પાંખોની સાથે સ્વતંત્રતા મળી છે,
તરવરાટ છે ફૂલોની જેમ ખીલવાનો
ઊંગવા માટે માનો ખોળો મળ્યો છે,
તરવરાટ છે કોઈ ની યાદો માં રહેવાનો
પ્રેમ કરવાની હવે તો ઉંમર થઈ છે,
તરવરાટ છે ખૂબ મોટેથી હસવાનો
આ "ખુશી" હવે ખિલખિલાટ થઈ છે...
-Payal Patel ખુશી