જયારે પણ કોઈ સ્ત્રી ને છોકરી ને જોવા માં આવે છે ત્યારે કેટલાય માપદંડ અમલ માં આવતા હોય છે..
હાલ ના સમય માં બાહ્ય સુંદરતા ને જ વધુ મહત્વ આપવા આવે છે.. ભાગ્યેજ કોઈ એ અંદર ની સુંદરતા જોવે છે.. નકર અત્યારે એવો સમય આવી ગયો છે કે વહુ તો સુંદર જ હોવી જોઈએ.. દરેક જણ આવું ઈચ્છે એ સ્વાભાવિક છે.. પણ તમે જાણો છો સ્ત્રી નું સુંદર હોવું અને સુંદર ના હોવું બંને સ્થિતિ માં એક સ્ત્રી નું મૌત નક્કી જ છે એક સ્ત્રી ની યોગ્યતા,પ્રતિભા,ક્ષમતા,સામર્થ્ય બધું જ આ માપદંડ પર આધારિત હોય છે.. આ કુંઠિત સોચ છે..
તમે સુંદર છો તો તમારી સુંદરતા પાછળ હંમેશા વાસના જ ભાગતી જોવા મળશે તમને, કેટલાય તમારા દેહ થી લલચાતા રહશે, લાલચ ની નજર હંમેશા તમારી આસપાસ ફરતી જ રહશે. ચહેરા ની સુંદરતા જોયા પછી નજર સીધી ચહેરા થી 3 ઇંચ નીચે આવી જશે, ત્યાં થી સીધી નજર કમર સુધી પહોંચી જશે... ક્યારેક તમે આ નજર ના બાણ મહેસુસ કરી પણ શકો છો... કેટલીક વખત સુંદરતા નું પ્રદર્શન પણ ખુદ સ્ત્રીઓ જ કરતી હોય.. (આ અપવાદિત વાત છે)
તમે સુંદર નથી તો કેટલીક જગ્યા એ તમારે ઉપેક્ષા અને ઘૃણા નો ભોગ બનવું પડે છે.. સગાઇ જેવા સંબંધ માં ના ના સાંભળી ને કેટલીય છોકરીઓ હતાશા માં ગળકાવ થઇ જાય છે.. કેટલીક વખત એવું સાંભળવા માં આવે છે ઘર બાર તો બધું જ સારું છે પણ છોકરી જરા દેખાવ માં નથી, કેટલીક વખત આજ વસ્તુ છોકરાઓ સાથે પણ બનતી હોય છે..
સુંદર સ્ત્રી માટે એટલે ગાલીચા બિછાવવા માં આવે છે કે ગાલીચા પર ચલવી ને એને બેડ સુધી લઇ જઈ શકાય.. આ કડવું સત્ય છે..
કેમ કે સ્ત્રી ની સુંદરતા ની પહેચાન એની યૌવનતા થી જોડવા માં આવે છે..
સ્ત્રી જાતિ માં સુંદર હોવું અને સુંદર ના હોવું બંને ભયંકર અપરાધ જેવું ક્યારેક સ્ત્રીઓ ને ફીલ થતું હોય છે..
આ દુનિયા માં હજુ પણ આંતરિક સુંદરતા ને પારખનાર લોકો છે.. ક્યારેય ખુદ ને નીચા ના સમજવું, કોઈ ની સુંદરતા સાથે ક્યારેય ખુદ ની તુલના ના કરવી અને તમે જો તુલના કરવા જશો તો ખુદ ની જ નજર માં નીચા સાબિત થશો... એક ઉણપ તમને મહેસુસ થશે.. ઉણપ મહેસુસ થાય એ પહેલા તમારી ખૂબીઓ ને મહેસુસ કરી લો... બીજું કે ક્યારેય મિત્રતા, આત્મીયતા ના સંબંધ માં જે સાચે જ સાચા સંબંધો છે એ સુંદરતા કે અસુન્દરતા ના મહોતાજ નથી હોતા.. અને જે સુંદરતા અને અસુન્દરતા ના માપદંડ પર સંબંધો હોય છે એ સંબંધો માં સ્વાર્થ,વાસના, લાલચ હોય છે..
જ્યાં નિઃસ્વાર્થતા છે ત્યાં આવા કોઈ માપદંડો નથી હોતા..