હું લખીશ એક કવિતા પ્રિયે,
માત્ર અને માત્ર તારા જ માટે..
જેમાં હું લખીશ,
પતંગિયા, મધમાખીઓ, કીડીઓ,
ગુલાબ, ચમેલી, અને આસોપાલવ ના પત્તા..
હું કરીશ ચર્ચા તારી અલગ અલગ અદાઓ ની,
માપીશ તારા હાસ્ય ની રેખા,
મારી કવિતા ના સ્કેલ પર..
હું લાખો પ્રકાર નું હાસ્ય હસી ને,
વિખેરી દઈશ,
તારી ચારે બાજુ..
ચાંદ થી થોડી ચાંદની ઉધાર માંગી લાવી ને,
હું ગૂંથીશ તારા માટે એક ચમકદાર શોલ,
તારાઓ ની થોડી ટમટમતા ચોરી લાવીશ,
અને તારા નાક ની નથ માં,
હું નંગ ની જેમ લગાવીશ..
પ્રિયે
હું લખીશ એક એવી કવિતા,
જેમાં વિસ્તૃત હશે તારો સ્પર્શ,
જેમાં વિસ્તૃત હશે તારા મખમલી અહેસાસ,
જેમાં વિસ્તૃત હશે તારા ચહેરા ની લાલીમા,
તારા મખમલી ગુલાબી હોઠ,
તારી હરણા જેવી આંખો,
તારી મશરૂમ જેવી આંગળીઓ,
હા પ્રિયે હું લખીશ એક એવી કવિતા,
માત્ર ને માત્ર તારા જ માટે..
જેમાં આ બધા ની ભરપુર ચર્ચા હશે,
પણ નૈ હોય તો માત્ર "હું"
કેમ કે ત્યારે તારા અને મારા ની દુવિધા
સમાપ્ત થઇ ગઈ હશે..
ત્યારે તું મને તારા માં શોધ જે..
હું મળી જ આવીશ તને ક્યાંક અહેસાસ માં..