મીઠા પાણીના વાદળો ને પૂછો
તેનો જન્મદાતા કોણ છે?
કપાઇ રહેલા વૃક્ષો ને પૂછો
ઓજાર નો હાથો કોણ છે?
રણમાં રખડતા માનવી ને પૂછો
મૃગજળ કોણ છે?
હોઠ વચ્ચે ધરબાયેલા શબ્દોને પૂછો
મૂંગા રહેવાનું કારણ કોણ છે?
તકો અહલ્યા બની ને સૂતી છે પુછો
તેને ઊઠાડનાર રામ કોણ છે?
ધોધ નીચે રહેલા પત્થરને પૂછો
એનામાં ખાડા પાડનાર કોણ છે?
એકલતા અને અજંપાના ને પૂછો
તારા આંસુ લુછનાર કોણ છે?
ઉર્વશી એચ ત્રિવેદી