વિધવા કે વિધુર થવું એટલે જાણે અડધું અંગ ખોવું ..
જાણે સુશોભિત હેલ મુકીને ભાંગેલું કોઈ ઠીકરુ થવું .
રસ્તો ભૂલી જાતે કેડી કંડારવાની જરુર પડે છે અહિં ..
પછી ધકકો ખુદને મારી ચાલવું તો પડે જ છે અહીં .
એકલતા માં ખુદનો પડઘો પણ નિસ્તેજ બની જાય છે..
લાગણીઓ નું મારણ , એ જ હવે આખેટ બની જાય છે.
સમાજ કહે છે 'ઉભા ન રહો' , મજલ કાપવાની છે હજુ ..
સ્વીકારી અસ્તિત્વ ફરજોનું , તારે જીવવાનું છે હજુ .
#વિધવા