*વિધવા*
સધવા કરતાં વિધવા પાસે હોય છે વધુ અનુભવ,
સધવા કરતાં વિધવા પાસે હોય છે વધુ અનુભવ,
છતાંય બધાં કહે છે વિધવા અમારે ઘરે નહીં,
પિયરમાં કહે સૌ અમે લગ્ન કરાવી દીધા,
હવે વિધવા અમારે ઘેર નહીં,
સાસરીમાં કહે સૌ અમારો છોકરો છીનવી લીધો,
હવે વિધવા અમારે ઘેર નહીં,
સૌ પોતાનું વિચારે એક એકલી અટૂલી સ્ત્રીનું ના વિચારે કદી,
પરંતુ સૌથી વધુ પીડાય છે એ વિધવા સ્ત્રી,
જેનું ના મન લાગતું; ના તન માગતું જીવવા,
છે તે વિધવા કહી સૌ તેને હંકારે,
છે તે વિધવા કહી સૌ તેને હંકારે.
- ઓઝા જ્હાન્વી
#વિધવા