આ #પ્રેમ નો #શિકાર અહીંયા દરેક છે
શોધ્યા છતાંય ના મળ્યો એ મલાલ મને છે
કદાચ એક વાર મને પણ પ્રેમ થયેલ છે
પણ પ્રેમ હતો કે કોઈ મને ભ્રાંતિ થયેલ છે
કેટલાય ઘાયલ થઈ ને અહીંયા ભટકેલ છે
રસ્તા શોધતા આ પ્રેમ ના ખાડામાં પડેલ છે
પીઠ પાછળ એણે હજારો ઘા કરેલ છે
હસતા મોઢે તારા દરેક મેં ઘા સહેલ છે
જાણ્યાં છતાંય અંજાન હરેક બને છે
આ પ્રેમ પાછળ પાગલ અહીંયા દરેક છે
આ પ્રેમ તો મૃગજળ ની જેમ જ મળે છે
મળ્યા પછી પણ ના મળે એ મલાલ મને છે