આ પ્રેમસફર તો કંઈક ઘટનાઓ માંથી ગુજરી ગઈ,
પુષ્પ પ્રતીક્ષાએ ઝાકળની રાત પાષાણે ગુજરી ગઈ.
ઈશ્વર ને પ્રેમના વિશ્વાસે જ આ જિંદગી ગુજરી ગઈ,
સંબંધ તૂટવાની સરહદ તો ક્યારની’યે ગુજરી ગઈ.
તને ભૂલવાની મથામણમા દિનચર્યા તો ગુજરી ગઈ,
પરિકલ્પના પ્રેમ પત્રો વાંચતા રાત પણ ગુજરી ગઈ.
ઢાંકતા વફાના દાગ શરીરે તો ઋતુઓ ગુજરી ગઈ,
આબરૂ માટે બની ભિખારી કૈક આંગણેથી ગુજરી ગઈ.
થયો તો ઝખ્મી જીવ એવી તો કૈક પળો ગુજરી ગઈ,
થયાં મન સાંકળા એ ક્ષણ દીલ મોટું કરી ગુજરી ગઈ.
રાજકારણી જાત ઘરની લાજ બચાવીને ગુજરી ગઈ,
મજબૂર તવાયફની જાત હર બિસ્તરથી ગુજરી ગઈ.
-વિજય રાવલ