પ્રતીક્ષા ની ઘડી
બે ઘડી ધબકાર ચુક્યો,
તારા આગમન થકી.
તૃષાસુર નજર તુજ દર્શનની,
લહાણથી કૃતકૃત્ય થવા.
અસ્તિત્વને એકાકાર કરવા,
જાણે નશ્વરતા ખુદની.
અસ્તિત્વ આેગાળતી સદા,
પ્રતીક્ષા સમાપ્તિ તરફ.
મિલન અને દર્શનની વ્યાકુળતા,
પળભરમાં જ જાણે વિખરાતી
-ડૉ. સરિતા (માનસ)