એક સપનું આજ સુંદર દીઠું,
સ્વર્ગ સમુ એક દ્રશ્ય દીઠું.
વૃંદાવન ની કૂંજગલીઓમાં
આજ એક શ્યામ દીઠું.
શરદપૂનમ ની સુંદર રાત ને
રાધા સંગ એક રાસ દીઠું.
અંખડ બ્રહમાંડ માં અેક જ નાદ
રાધા - કૃષ્ણ, કૃષ્ણ - રાધા મેં દીઠું.
એક સપનું આજ સુંદર દીઠું,
સ્વર્ગ સમુ એક દ્રશ્ય દીઠું.
#દ્રશ્ય
અધિકમાસ ના પ્રથમ દિવસના
જય શ્રી કૃષ્ણ