કેમ ભૂલી શકાય?
- (શિક્ષક દિન વિશેષ યાદી)
અનુભવની એરણ માં આજે ઉગ્યો મજાનો દિવસ,
શિક્ષક થયા ની યાદી ને,કેમ ભૂલી શકાય?
વિદ્યાના અર્થી અમે વિદ્યા ને સમજાવી એ દિવસ,
એ સમજાવટની યાદો ને,કેમ ભૂલી શકાય?
સહપાઠીની આતુરતા ની સંતોષી જિજ્ઞાસા એ દિવસ
એ અનેરી પળાેને વાગોળવી,કેમ ભૂલી શકાય?
બેન્ચ ના રહેવાસી અને પ્રશ્નોના ભોગી થયેલા અમે,
ટેબલ,ખુરશી ને ચોક-ડસ્ટર ની લાગણી,
કેમ ભૂલી શકાય?
એ મધુર યાત્રા શિક્ષક બનવું વિદ્યાર્થી મહી મારે,
ઘડી બે ઘડીનો એ વિલાસ કેમ ભૂલી શકાય?
માણવી મહેફિલને છોડી ગંભીરતાનો નાતો જોડી,
સ્થિરતાને ઉરમાં ધરી પામેલ અડગતાને,
કેમ ભૂલી શકાય?
- ડૉ. સરિતા (માનસ)