જોતા હોય તે બધા દ્રશ્ય સાચા હોતા નથી.
નિભાવતા બધા સંબંધ નિસ્વાર્થ હોતા નથી.
દ્રશ્ય અને અદ્રશ્ય પાંપણ ના પલકારા સમા,
આંસુ પણ આંખ મહીં નિસ્વાર્થ હોતા નથી.
કોઈ દ્રશ્ય આનંદ આપે તો કોઈ આપે દુઃખ,
મન ની માન્યતા ના કોઈ ઓસડ હોતા નથી.
ગમતીલા ચહેરા રોજ દ્રશ્યમાન થતા નથી,
પણ તે દિલથી ક્યારેય અદ્રશ્ય હોતા નથી.
#દ્રશ્ય