વૃદ્ધાશ્રમ
કહાની છે આતો જીવંત સમયની,
નથી કોઈને આજે જરૂરત પણ એની.
વહાવી હશે જેણે વહાલોની સરિતા,
નથી સંતાનો જેની કદર પણ કરતા.
એવા આતમ ના ભવ ના દુઃખી આ,
હંમેશાં અંતરથી દુવાઓ જ કરતા.
માની નસીબ ની સઘળી આ મહતા,
જીવન સુખેથી વ્યતીત જ કરતા.
પરંતુ ખરેખર સુખી તો નથી આ,
ભીતરના દાવાનળથી એ જલતા.
ભલે ને રહે અે સ્વજનોની સંગે,
છતાંયે ના એકલતાની શિકાયત કરતા.
સંસારની કેવી વરવી કરુણતા,
સંતાનને આ જન્મદાતા જ નડતા.
ખાતા લથડિયા કદી પડતાં આખડતા,
મનડાનાં આળા મૂંગી વેદનાઓ રડતા.
તેના થકી આવા ભવનો(વૃદ્ધાશ્રમ)બનતાં,
જે માતા પિતાના દિલે કારમો ઘા કરતા...!
- ડૉ. સરિતા (માનસ)