પતંગિયાઓ
ઉડતા હતા એ પતંગિયાઓ બાગમાં.
લેવા હતા એ રંગો ને બાથ માં. 🦋
ઉડતા હતા એ દૂર સુધી વાટમાં.
થઈ ના શક્યા અમે તેની સંગાથમાં. 🦋
ઘડીક પેલા ફૂલમાં તો,ઘડીક પેલા પાનમાં.
રમતાં હતા એ આનંદ-ઉલ્લાસ માં. 🦋
પાંખોના ગુંજન અને પવન ના તાલમાં
આભ મહીં ઉડતા એ ખુલ્લા આકાશમાં
પક્ષી ની સાથમાં અને ભમરાંની નાતમાં,
ઉડતા હતા એ હાથ લઈ હાથમાં.
ઘડીક કે થંભે જો પાન અને ઝાડમાં, 🦋
ભાસ કરાવે એ વૃક્ષ મહીં ફાલના.
રંગ ભરી સૃષ્ટિ આ નાચે છે તાનમાં.
ઉડતા હતા એ પતંગિયાઓ બાગમાં.
લેવા હતા એ રંગો ને બાથ માં...! 🦋
- ડૉ.સરિતા (માનસ)