હોવો જોઈએ....?
પ્રણયનો પર્યાય હોવો જોઈએ.
ઈશ્વરનો આ ન્યાય હોવો જોઈએ.
ખાલી હાથાેથી મળેલા જીવને,
જીવવા ધબકાર હોવો જોઈએ.
દિલના તારો સાંકળીને વાટમાં,
રાહબર નો સાથ હોવો જોઈએ.
બે ઘડી થંભી વિસામો ગાળવા,
વાટમાં વ્હાલપનાે કયારાે જોઈએ.
હોય પથમાં જાળ,કાંટા-ઝાંખરા,
ફૂલાેના બિછાવનારાે જોઈએ.
દર્દની મહેફિલ મળે જો કોક'દી,
સહનશક્તિનો ક્યારો જોઈએ...
-ડૉ.સરિતા (માનસ)